સરકાર તૂટવાના મહિના બાદ ઉદ્ધવ ઠાકરેએ શિંદે ગ્રુપ પર કર્યો ચોંકાવનારો આરોપ- કહ્યું- હું પથારીમાં હતો અને આ લોકોએ સરકાર તોડવાનું કાવતરું રચ્યું

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તા પરિવર્તન બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Shivsena chief Uddhav Thackeray)એ પહેલીવાર શિવસેનાના મુખપત્ર 'સામના'(Saamna)ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં તેમણે શિંદે જૂથ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ઠાકરેએ કહ્યું કે, મારી સરકાર ગઈ, મુખ્યમંત્રી પદ(CM Post) ગયું તેનો કોઈ અફસોસ નથી, પરંતુ મારા માણસો બળવાખોર થઈ ગયા છે. હું જ્યારે હોસ્પિટલમાં ઓપરેશનના ટેબલ પર હતો, બેશુદ્ધ હાલતમાં હતો ત્યારે આ લોકોએ સરકારને તોડી પાડવાનું કાવતરું રચ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : સ્વિસ બેંકમાં ભારતીયોના કેટલા રૂપિયા જમા છે- જાણો આ સવાલનો શું આપ્યો જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમણે

શિવસેનાના મુખપત્ર ગણાતા સામનામાં ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt) ને તોડી પાડવાના કાવતરું કેવી રીતે ઘડયું થી લઈને  શિવસેનાના ભવિષ્યને લઈને અનેક સવાલોના જવાબ આપ્યા હતા. પક્ષના માણસોએ કરેલા વિશ્વાસઘાત થી તેમના મનને ભારે આઘાત લાગ્યો હોવાની કબૂલાત પણ તેમણે કરી હતી. પોતાના ઈન્ટરવ્યુમાં ઉદ્ધવે અનેક મહત્વના મુદ્દાઓ પર પોતાની બાજુ રાખી હતી. .

-જેમણે મારી સાથે ઝઘડો કર્યો છે તેમણે પોતાના પિતાના નામે વોટ માંગવા જોઈએ. અમારા બાપના નામે વોટ ન માગવો જોઈએ.

-શિવસેના કાયદાકીય અને રસ્તા પરની લડાઈ જીતશે.

-મહારાષ્ટ્રની જનતા ચૂંટણીની રાહ જોઈ રહી છે. ચૂંટણીઓ આવવા દો. અમે તેમને દફનાવી નાખશુ.

-શિવસેનાએ કોઈ પુરાવા આપવાની જરૂર નથી.

– રાજકારણમાં જે માતાએ જન્મ આપ્યો તેને જ ગળી જનારી આ ઓલાદ  છે. માને મારનારા કહીએ છીએ પણ એવું નથી. જે માતાએ તેમને રાજકારણમાં જન્મ આપ્યો તે જ હવે શિવસેનાને ગળી જવા માગે છે. પરંતુ તેમની પાસે એટલી શક્તિ નથી. કારણ કે મા આખરે મા હોય છે.

આ સમાચાર પણ વાંચો : ભારતમાં કોરોનાનો પગપસારો- આ રાજ્યના મુખ્યમંત્રી બીજી વાર આવ્યા કોરોનાની ચપેટમાં – CM થયા આઇસોલેટ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment