Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

રાજ્ય

મહારાષ્ટ્રમાં આવતા મહિને કોરોના ફરી માથું ઊંચું કરી શકે; સ્વાસ્થ્ય મંત્રીએ કહી આ વાત; નિષ્ણાતોએ આપી સલાહ; જાણો વિગત

Nov, 25 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

ગુરુવાર

તહેવારો પછી પણ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ઝડપથી રસીકરણ અને લોકોની રોગપ્રતિકારક શક્તિને કારણે વાયરસ નબળો પડી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું ચાલુ રાખશે તો દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના ઘણી ઓછી થઈ જશે. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બરમાં આવી શકે છે, પરંતુ તેની અસર ઓછી રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં લોકોને ગભરાવા નહીં સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે.

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું છે કે કોવિડ-19ની ત્રીજી લહેર ડિસેમ્બરમાં મહારાષ્ટ્રમાં આવવાની ધારણા છે, પરંતુ તે હળવી હશે. રાજ્યમાં રસીકરણનો દર ઊંચો છે અને તેથી આ લહેર હળવી રહેવાની અપેક્ષા છે. એ જ રીતે નિષ્ણાતોએ પણ કહ્યું છે કે લહેર સમયાંતરે તેમના નિશ્ચિત આવર્તનમાં આવે છે. પ્રથમ વેવ સપ્ટેમ્બર 2020 માં આવી. બીજી વેવ એપ્રિલ 2021માં આવી હતી. હવે ત્રીજી વેવ ડિસેમ્બરમાં આવવાની ધારણા છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં 80 ટકાથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. કોવિડ-19ના ફેલાવાને રોકવામાં રસીકરણે મુખ્ય ભૂમિકા ભજવી છે. અહીં ચેપ પહેલા કરતા ઓછો છે અને મૃત્યુ દર શૂન્યની નજીક છે. વિદ્યાર્થીઓ અને બાળકોમાં ઘણી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થયો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં 2.12 ટકા સાથે દેશમાં સૌથી વધુ મૃત્યુદર છે. રાજ્યમાં હાલમાં 9,678 સક્રિય કેસ છે, પરંતુ દરરોજ નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજેશ ટોપેએ એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં રસીની કોઈ અછત નથી. અમારી પાસે હાલમાં રસીના 1.77 કરોડ ડોઝ ઉપલબ્ધ છે. કોવિશિલ્ડ સ્ટોક 1.13 કરોડ અને કોવેક્સિન 64 લાખ છે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરની મળી ભાળ, અહીં છુપાયેલા છે પરમબીર સિંહ; જાણો વિગતે 

આરોગ્ય વિભાગના એક અધિકારીએ મીડિયાને જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે કોરોનાને હરાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દોઢ ગણું અપગ્રેડ કર્યું છે. આ વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા નિષ્ણાતોએ કહ્યું હતું કે જો કોવિડ -19 ની ત્રીજી લહેર મહારાષ્ટ્રમાં આવે છે, તો 60 લાખ સુધી કેસ આવી શકે છે. BMCએ મીડિયાને જણાવ્યું હતું કે તે શહેરના સ્વાસ્થ્ય માળખાને તૈયાર રાખવા માટે તમામ જરૂરી તૈયારીઓ કરી છે. ખાસ કરીને BMC બેડ અને ઓક્સિજનની ઉપલબ્ધતા પર વધુ ભાર મૂક્યો છે.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )