403
Join Our WhatsApp Community
અત્યાર સુધી દેશના અનેક શહેરોમાં સુએજ લાઈનમાં કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે પરંતુ પ્રથમ વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની હાજરી મળતા ચિંતા વધી છે.
અમદાવાદની જીવાદોરી સમી સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોનાના જીવાણુઓ મળ્યા છે.
ત્રણેય જગ્યાએથી પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સમાં કોરોનાના જીવાણુ મળી આવ્યા છે.
આ સેમ્પલ નદીમાંથી ત્રીજી સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર, 2020 સુધી દરેક સપ્તાહે લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની આઠ સંસ્થાઓએ મળીને આ રિસર્ચ કર્યૂં છે. જેમાં નવી દિલ્હી સ્થિત જેએનયુ સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટ સાયન્સીઝના વિદ્યાર્થી પણ સામેલ છે.
ગત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ખર્ચ્યા અધધધ રૂપિયા; આ ઉમેદવારે કર્યો સૌથી વધુ ખર્ચો, જાણો વિગત
You Might Be Interested In