રાજ્ય

 આઘાતજનક સમાચાર : એક સાંસદનો મૃતદેહ મુંબઈથી મળ્યો. સુસાઇડ ની આશંકા. જાણો વિગત.

Feb, 22 2021


મુંબઈની એક હોટલમાંથી દાદરા અને નગર હવેલી ના સાંસદ મોહન ડેલકર નો મૃતદેહ મળી આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતદેહ પાસેથી એક ગુજરાતીમાં લખેલી નોંધ પણ મળી આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ સુસાઇડ નો કેસ છે.

મોહન ડેલકર સાત વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. પહેલા તેઓ કોંગ્રેસના સાંસદ હતા ત્યારબાદ તેઓ ભાજપના સાંસદ હતા અને અત્યારે તેઓ અપક્ષ સાંસદ છે.

પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.

Leave Comments