ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
ઝારખંડના ધનબાદમાં કોલસા ખનન દરમિયાન મોટી દુર્ઘટના થઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ નિરસા બ્લોકના ECL મુગમા એરિયામાં 20 ફૂટ ઉપરની ઉંચાઈથી પડવાના કારણે 13 લોકોના મોત નિપજ્યા છે
સાથે જ ડઝનબંધ લોકો તેમાં દબાયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
કહેવાય છે કે, દરરોજની માફક આજે પણ મોટી સંખ્યામાં પુરૂષો સહિત કેટલીય મહિલાઓ અને બાળકો ગેરકાયદેસર રીતે આઉટસોર્સિંગ પર આવ્યા હતા.