ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના કેસમાં વધારો થતાં ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિયેશનની રજૂઆતના પગલે ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી ૧૦ જાન્યુઆરીથી ઓનલાઇન કરવામાં આવી હતી. સાથે સાથે રાજ્યભરની તમામ નીચલી અદાલતની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી હતી. જાેકે હવે કોરોનાના કેસ ઘટ્યા છે. જેથી કોવિડ પ્રોટોકોલના પાલન સાથે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ છે.
ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યભરની તમામ જિલ્લા કોર્ટ કેસની સુનાવણી ફિઝિકલ સ્વરૂપે એટલે કે ઓફલાઈન શરૂ થઈ છે. રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા અને પરિસ્થિતિ નિયંત્રણ માં આવતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ૪૨ દિવસ ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઓનલાઇન ચાલ્યા બાદ ફરી એક વાર પ્રત્યક્ષ રીતે કોર્ટની કાર્યવાહીની શરૂઆત થઈ છે.
અગાઉ જાન્યુઆરી મહિનામાં અમદાવાદ સહિત રાજ્યમાં વધેલા કોરોના સંક્રમણના કારણે ૧૦મી જાન્યુઆરીથી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યભરની તમામ કોર્ટની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી હતી. જોકે હવે ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને પરિસ્થિતિ આંશિક રીતે નિયંત્રણમાં આવી છે. જેને લઇને આજથી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યના તમામ જિલ્લા કોર્ટની કાર્યવાહી ઓફલાઇન એટલે કે પ્રત્યક્ષ રીતે કરવામાં આવી. આ અગાઉ ૧૪મી ફેબ્રુઆરીથી તાલુકા સ્તરની તમામ કોર્ટની કાર્યવાહી ઓફલાઈન શરૂ થઈ હતી.