ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને શિવસેના નેતા અનિલ પરબની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એક વખત સમન્સ જારી કરીને અનિલ પરબને પૂછપરછ માટે બોલાવ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્રના પરિવહન મંત્રીને 28 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અનિલ પરબને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલ આ બીજો સમન છે.
અગાઉ, ઇડીએ અનિલ પરબને 31 ઓગસ્ટના પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ તેમણે જાહેર સેવક અને મહારાષ્ટ્રના રાજ્યમંત્રી તરીકે અમુક પ્રતિબદ્ધતાઓને ટાંકીને થોડો સમય માંગ્યો હતો
સાડી પહેરીને હૉટેલમાં નહીં આવવાનું, હૉટેલની દાદાગીરી; હવે થયો હંગામો