ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિવસેના નેતા ભાવના ગવલીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.
ઈડીની ટીમે વાશિમ જિલ્લામાં 9 સ્થળો પર દરોડા પાડ્યા છે. 72 કરોડના કથિત કૌભાંડના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌથી પહેલા EDએ વાશિમ જિલ્લાના રિસોડ પર દરોડા પાડ્યા હતા. તે જ સમયે, બાલાજી સહકારી પાર્ટિકલ બોર્ડ, બીએમએસ કોલેજ, ભાવના એગ્રો પ્રોડક્ટ સર્વિસ લિમિટેડ અને ઉત્કર્ષ પ્રતિષ્ઠાન પર દરોડા પાડી રહ્યા છે.
શિવસેના સાંસદ ભાવના ગવલીની ફેક્ટરી પર કૌભાંડનો આરોપ છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે સાંસદ ભાવના ગવલીએ બાલાજી પાર્ટિકલ બોર્ડ ફેક્ટરીમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભાવના મહારાષ્ટ્રના મજબૂત નેતા છે. તે 1999માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, ત્યારથી આજ સુધી તે સતત લોકસભા ચૂંટણી જીતી રહ્યા છે.
શું રાજ કુન્દ્રા સાથે શિલ્પા શેટ્ટીનો સંબંધ તૂટવા જઈ રહ્યો છે? મિત્રે કર્યા કેટલાક મોટા ખુલાસા