Site icon News Continuous Bureau | Mumbai

ઈડીએ આ શિવસેના સાંસદ ના ઘરે અને ઓફીસમાં પાડ્યા દરોડા, કરોડોની હેરાફેરીનો આરોપ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિવસેના નેતા ભાવના ગવલીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.

ઈડીની ટીમે વાશિમ જિલ્લામાં 9 સ્થળો પર દરોડા પાડ્યા છે. 72 કરોડના કથિત કૌભાંડના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌથી પહેલા EDએ વાશિમ જિલ્લાના રિસોડ પર દરોડા પાડ્યા હતા. તે જ સમયે, બાલાજી સહકારી પાર્ટિકલ બોર્ડ, બીએમએસ કોલેજ, ભાવના એગ્રો પ્રોડક્ટ સર્વિસ લિમિટેડ અને ઉત્કર્ષ પ્રતિષ્ઠાન પર દરોડા પાડી રહ્યા છે.

શિવસેના સાંસદ ભાવના ગવલીની ફેક્ટરી પર કૌભાંડનો આરોપ છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. 

સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે સાંસદ ભાવના ગવલીએ બાલાજી પાર્ટિકલ બોર્ડ ફેક્ટરીમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ભાવના મહારાષ્ટ્રના મજબૂત નેતા છે. તે 1999માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, ત્યારથી આજ સુધી તે સતત લોકસભા ચૂંટણી જીતી રહ્યા છે.

શું રાજ કુન્દ્રા સાથે શિલ્પા શેટ્ટીનો સંબંધ તૂટવા જઈ રહ્યો છે? મિત્રે કર્યા કેટલાક મોટા ખુલાસા 

Abhijit Dipke Compares PM Modi To Indira Gandhi ‘૧૯૭૦માં પણ કોઈને સરમુખત્યારશાહીનું ભૂત ચડ્યું હતું…’, નાગપુરમાં અભિજીત દીપકેએ PM મોદીની ઈન્દિરા ગાંધી સાથે કરી તુલના
Thane Crime Branch Robbery Gang Arrested થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી મુંબ્રાબદલાપુર સહિતના વિસ્તારોમાં બંગલા અને ફાર્મહાઉસ લૂંટનારા ૫ આરોપી ઝડપાયા
Nalasopara Bike Thief Arrested નાલાસોપારામાં બાઈક ચોરતો રીઢો શખ્સ ઝડપાયો, પેલ્હાર પોલીસે ૩ ગુના ઉકેલી ૨ મોટરસાઈકલ જપ્ત કરી
Palghar Fake Call Centre Bust પાલઘરના ભોપોલીમાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ, સાત આરોપીઓની ધરપકડ અને રૂ. ૨૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version