ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લૉન્ડરિંગના મામલામાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ₹ 4.20 કરોડની સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે. EDએ છેલ્લા એક મહિનામાં ઘણી વખત સેન્ટ્રલ એજન્સી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે કોરોના મહામારીનું કારણ ટાંકીને ED સમક્ષ હાજરી આપી ન હતી. તાજેતરમાંદેશમુખે સુપ્રીમ કોર્ટમાં પણ કડક કાર્યવાહીથી બચાવવા માટે અરજી કરી હતી.
EDએ મુંબઈનાવરલીસ્થિત રૂ.1.54 કરોડની કિંમતનો એક ફ્લૅટ અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ધૂતમ ગામમાં રૂ.2.67 કરોડના મૂલ્યની જમીન જપ્ત કર્યાં છે.
EDએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ ઍટેચમેન્ટ ઑર્ડર જારી કરવામાં આવ્યો છે. દેશમુખના પુત્ર રિષિકેશ અને પત્નીને પણ તપાસ એજન્સીએ સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓએ પણ ED સમક્ષ હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો. હવે અંતે આ કેન્દ્રીય તપાસ એજન્સીએ આ પગલું ભર્યું હતું.