ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની છેવટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટએ 13 કલાકની લાંબી પૂછતાછ બાદ (ED)એ ધરપકડ કરી છે. તેમની ધરપકડને પગલે મહારાષ્ટ્રના રાજકરણમાં ખળભળાટ મચી ગયો હતો.
લગભગ બે મહિના સુધી અજ્ઞાતવાસમાં રહ્યા બાદ સોમવારે અનિલ દેશમુખ અચાનક બપોરના 12 વાગે EDની ઓફિસે પૂછતાછ માટે પહોંચી ગયા હતા. રાતના 8 વાગે ઈડીના જોઈન્ટ ડાયરેકટર સત્યવ્રત કુમાર દિલ્હીથી સીધા EDની ઓફિસે આવી પહોંચ્યા હતા. તેમણે લગભગ 4 કલાક સુધી તેમની પુછપરછ કરી હતી. છેવટે રાતના એક વાગે દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી.
દેશમુખની ધરપકડ બાદ રાતના 3 વાગ્યા સુધી અનિલ દેશમુખ પોતાના વકીલ સાથે ચર્ચા કરી રહ્યા હતા. તેમના વકીલ છેક 3 વાગે EDની ઓફિસથી બહાર આવ્યા હતા. દેશમુખની ધરપકડના વિરોધમાં તેઓ કોર્ટમાં જશે એવું તેમણે કહ્યું હતું. મંગળવારે સવારના દેશમુખને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. 11 વાગે કોર્ટમાં હાજર કરવામાં આવવાના છે. ઓછામાં ઓછી સાત દિવસની કસ્ટડી ED માંગે એવી શક્યતા છે.
ઘર ખરીદવા ઇચ્છુક ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા મહારેરાએ ડેવલપરો માટે લીધો આ નિર્ણય. જાણો વિગત.
અહીં ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી અનિલ દેશમુખ નોટ રિચેબલ હતા. મની લોન્ડ્રીંગના કેસમાં તેઓ લાંબા સમયથી EDના રડારમાં હતા. મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલા સ્ફોટક પદાર્થ અને 100 કરોડ રૂપિયાની વસૂલના આરોપ બાદ અનિલ દેશમુખ અને ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ અલગ અલગ તપાસ એજેન્સીના રડારમાં હતા. ચાર-પાંચ વખત સમન્સ મોકલ્યા બાદ પણ અનિલ દેશમુખ ED સમક્ષ હાજર થતા નહોતા. તેમના નામે લૂકઆઉટ નોટિસ પણ બહાર પાડવામા આવી હતી. તેમને શોધવા માટે EDએ સીબીઆઈની પણ મદદ લીધી હતી. ત્યાં અચાનક સોમવારે તેઓ જ ED સમક્ષ આવી ગયા હતા.