Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદને કારણે અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ; પરભણીમાં વરસાદે તોડ્યો વર્ષોનો રેકૉર્ડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગઈકાલથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવે આ મુશળધાર વરસાદને કારણે અમુક જિલ્લાઓમાં દૈનિક ગતિવિધિઓ ખોરવાઈ ગઈ છે, તો અમુક જિલ્લાઓ એવા પણ છે જ્યાં હવે પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. રત્નાગિરિ, પરભણી, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ, બીડ, અકોલા, નાંદેડ, સિંધુદુર્ગ અને મુરડ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે.

રત્નાગિરિના રાજપુર શહેરના વિસ્તારમાં લગભગ ૧૫ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે. મુરડમાં સૌથી વધુ ૩૪૮ મિમી વરસાદ પડ્યો છે. કણકવતી જિલ્લાના ખારાપાટણમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે, ત્યાંના ઘણા વિસ્તારોમાં પાંચ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે. સિંધુદુર્ગમાં તિલારી, સુખનદી અને નિર્મલાનદીમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

અરે બાપરે! મુંબઈના પ્રદુષણમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ અધધધ વધ્યું; અહેવાલમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગત

પરભણી જિલ્લામાં ભારે વરસાદને કારણે ગોદાવરી પરના ત્રણ ઉચ્ચ સ્તરીય ડેમ ઓવરફ્લો થયા છે. ધાલેગાંવ ડેમના બે દરવાજા, તરુગાવન ડેમના બે અને પથરીના મુદગલ ડેમના એક દરવાજા દ્વારા ગોદાવરી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે,એથીગોદાવરી નદી ભરાઈ રહી છે. વહીવટી તંત્રે ગોદાવરીના કાંઠે વસેલાં ગામોને તકેદારીના આદેશ જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં પરભણી જિલ્લામાં 232 મિમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરો, મકાનો, દુકાન વગેરેને ખૂબ નુકસાન થયું છે. ઉપરાંત અહીં ૧૫ વર્ષમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

Nashik Ganja Cultivation Raid – નાસિક નજીક ડુંગરાળ વિસ્તારમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ; ₹૧.૪૭ કરોડના ૯૮૦ કિલો છોડ જપ્ત, એકની ધરપકડ
Amit Shah Clarifies Punjab CM Face Akali Dal – BJP-અકાલી દળમાં કોણ રહેશે ‘મોટો ભાઈ’? અમિત શાહે પંજાબમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સ્થિતિ કરી સ્પષ્ટ
  Sharad Pawar Joining Mahayuti Buzz – મહારાષ્ટ્રમાં ફરી બદલાશે સત્તાનું ગણિત? NDA અને મહાયુતિમાં શરદ પવારની એનસીપીના જોડાવા મુદ્દે ભાજપે દર્શાવ્યા સકારાત્મક સંકેત
CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Exit mobile version