204
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં 24 કલાકમાં માત્ર 3 થી 4 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે.
હાલ નર્મદા ડેમ 50 ટકા કરતા પણ ઓછું પાણી છે એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે.
પાણી ડેમમાં ઓછું હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે.
નર્મદા જિલ્લામાં સીઝનનો અત્યાર સુધીનો માત્ર 487 MM વરસાદ પડ્યો છે. હાલ નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર થઇ છે.
નર્મદા બંધમાં હાલ તો પાણીનો જથ્થો હોવા છતાં જો વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થઈ શકવાની સંભાવનાઓ રહેલી છે.
ઉલેખનીય છે છેલ્લા બે વર્ષ સારો વરસાદ પડતા નર્મદા બંધ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના 27 ગેટ ખોલવાની ફરજ પડી હતી.
You Might Be Interested In