ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 541.31 મી.મી. થયો છે. જે સરેરાશ વરસાદના 64.44 ટકા થયો છે.
સોમવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એટલે કે 12 કલાકમાં 15 તાલુકાઓમાં 100 મી.મી. વરસાદ થયો છે.
આ પૈકી રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં 504 મી.મી., રાજકોટ તાલુકામાં 323 મી.મી., ધોરાજી તાલુકામાં 208 મી.મી., કોટડા સાંઘાણી તાલુકામાં 190 મી.મી., ગોંડલ તાલુકામાં 166 મી.મી., પડઘરી તાલુકામાં 170 મી.મી., જામકંડોરણા તાલુકામાં 131 મી.મી. વરસાદ નોંધાયો છે
આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં 367 મી.મી. તથા જામનગર તાલુકામાં 112 મી.મી. વરસાદ નોંધાયો છે
ભારે વરસાદના કારણે રાજયના સ્ટેટ હાઇવે -15, નેશનલ હાઇવે-1 અને પંચાયત હસ્તકના 130 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયા છે. જેમાં મુખ્યત્વે જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગ વ્યવહારને અસર થઈ છે.
અરે વાહ સારા સમાચાર. મોંઘવારી ઘટી, ફુગાવો ઘટયો