ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-૩નો ૨૩,૦૦૦ હજાર કરોડનો પ્રોજેક્ટ રખડી ગયો છે, એથી મુંબઈગરાને મોટું નુકસાન થઈ રહ્યું છે. હવે આ મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલ લાવવાનું સૂચવ્યું છે. આ મામલે આગામી સુનાવણી ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં થવાની છે. આરેમાં કારશેડ બાંધવા માટે અનેક વૃક્ષો રાતોરાત કપાયાં હતાં અને એ મામલે ઉગ્ર વિવાદ એ સમયે સર્જાયો હતો.
વર્ષ ૨૦૧૯માં મહાવિકાસ આઘાડીની સરકાર બનતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ કારશેડ કાંજૂરમાર્ગમાં સ્થળાંતરિત કર્યો હતો. જોકેઆ જમીન કેન્દ્ર સરકાર હસ્તક હોવાનું કહી કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર વિરુદ્ધ હાઈ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે આ પ્રકલ્પ હવે રખડી પડ્યો છે. આ જમીન સોલ્ટ પેન કમિશનરના અખત્યારમાં હોવાનું કેન્દ્રે હાઈ કોર્ટમાં જણાવ્યું હતું.
મ્યુઝિક કમ્પોઝર અનુ મલિકે ગુમાવ્યું નજીકનુ પરિવારજન, છેલ્લા શ્વાસ સુધી હતા સાથે; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે જ્યારે આ બે પક્ષો વચ્ચે જમીનની માલિકીનો વિવાદ ચાલતો હતો,એવામાં મહેશ ગોરડિયાએ આ જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કર્યો હતો. આ મામલે બાદમાં કાંજૂરમાર્ગમાં કારશેડ બાંધવા પર ૧૬ ડિસેમ્બરે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.