News Continuous Bureau | Mumbai
કોઈ પણ જાતના દસ્તાવેજ વગર મિનિટોમાં લોન આપીને લોકોને છેતરનારી અનેક ફરિયાદો આવી છે. આવી બોગસ ઍપથી છેતરપીંડીનો ભોગ બનનારાઓની સંખ્યા વધી રહી છે.
કોઈ પણ જાતના દસ્તાવેજોમાં બે મિનિટમાં લોન આપનારી જાહેરાતો મોબાઈલમાં અનેક એપ્સ આવતી હોય છે. કોઈપણ દસ્તાવેજ વગર માત્ર બે મિનિટમાં સરળતાથી ઉપલબ્ધ થતી હોવાનો દાવો કરવામાં આવતો હોય છે, જેમાં લોકો સરળતાથી છેતરાઈ જતા હોય છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓને મળશે રાહત. ઠાકરે સરકારે લીધો આ મોટો નિર્ણય.. જાણો વિગતે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પોર્ટલ પર જાન્યુઆરી 2020 થી માર્ચ 2021 વચ્ચે આવી ગેરકાયદેસર ડિજિટલ લોન આપનારી એપ્સ સામે લગભગ 2,562 ફરિયાદો નોંધવામાં આવી છે, એવી માહિતી નાણાં રાજ્ય મંત્રી ભાગવત કરાડે લોકસભામાં આપી હતી.
સૌથી વધુ ફરિયાદો મહારાષ્ટ્રમાંથી મળી હતી, ત્યારબાદ કર્ણાટક અને ત્યારપછી દિલ્હી આવે છે. સરકારી ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાંથી 572, કર્ણાટકમાંથી 394, દિલ્હીમાંથી 352, હરિયાણામાંથી 314, તેલંગાણામાંથી 185, આંધ્રપ્રદેશમાંથી 144, ઉત્તર પ્રદેશમાંથી 144, પશ્ચિમ બંગાળમાંથી 132 અને તમિલનાડુમાંથી 138 ફરિયાદો નોંધાઈ હતી.