ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કોરોનાની બીજી લહેર શાંત થતાં રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલાં નિયંત્રણોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે નિયંત્રણોમાં ઘટાડો કરાયો હોવા છતાં કોરોના હજુ ગયો નથી. છતાં ઘણા બધા લોકો સભાનતા ભૂલી રહ્યા હોય, એવાં દૃશ્યો સામે આવ્યાં છે. મુંબઈની દાદર માર્કેટમાં રવિવારે સાંજે ભારે ભીડ જોવા મળી હતી. દસ દિવસનો ગણેશોત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો હોવાથી લોકો ખરીદી માટે ઊમટી પડ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરનું સંભવિત જોખમ હોવા છતાં લોકો માસ્ક વગર ફરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગણેશચતુર્થી અને અન્ય તહેવારો પહેલાં મુંબઈ પોલીસે સ્પેશિયલ-૧૩ સ્ક્વૉડ બનાવી છે, એ સ્ક્વૉડ તહેવારોની સિઝનમાં કોવિડના નિયમોનું પાલન થાય છે કે નહીં એનું ધ્યાન રાખે છે. શહેરનાં તમામ પોલીસ સ્ટેશનોને નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવાયું છે. આ અંગેનો આદેશ બુધવારે જૉઇન્ટ કિમશનર ઑફ પોલીસ વિશ્વાસ નાંગરે પાટીલ (લૉ ઍન્ડ ઑર્ડર) દ્વારા જારી કરાયો છે.
કોરોનાની ત્રીજી લહેરને આમત્રંણ? ગણેશોત્સવની ખરીદી માટે દાદર માર્કેટમાં ગ્રાહકોની ઊમટી ભીડ; જુઓ વીડિયો #Mumbai #GaneshChaturthi #ganeshutsav #prepration #Dadar #market #covid19 #crowd #covid1norms #facemask #SocialDistancing pic.twitter.com/EsJ3utVLDW
— news continuous (@NewsContinuous) September 6, 2021