ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે.
હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રના રાજકોટ અને જુનાગઢમાં તેમજ આણંદ અને ખેડામાં બુધવારના રોજ સાંબેલાધાર વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વલસાડ, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, મોરબી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આ ઉપરાંત અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શું તમને નિપાહનાં લક્ષણ છે? આ સમાચાર તમારા માટે છે, માત્ર એક કલાકમાં નિદાન થશે; જાણો વિગત