ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રના પુણે શહેર, પિંપરી-ચિંચવડમાં કોરોના પોઝિટિવિટી રેડ 18 ટકા ઉપર ગયો છે. તેથી આ શહેરોમાં પ્રતિબંધ વધુ આકરા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારે કહ્યું હતું.
પોઝિટિવિટી રેટ વધવાની સાથે જ પ્રતિબંધ વધુ સખત કરવામાં આવી રહ્યા છે. જેમાં વેક્સિનના બંને ડોઝ પૂરા થયા નહીં હોય તો અથવા એક ડોઝ લેવાનું ચૂકી ગયા હોત તો અનેક ઠેકાણે આ લોકોન પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નો વેક્સિનેશન નો એન્ટ્રી પોલીસી તૈયાર કરીને તેને અમલમાં મૂકવામાં આવવાનું હોવાનું અજીત પવારે કહ્યું હતું.
પુણેમાં માસ્ક ન પહેર્યું હોય એ લોકો પાસેથી 500 રૂપિયા અને સાર્વજનિક ઠેકાણે થુંકનારાને 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. કેસ વધવાની સાથે જ મુંબઈ, થાણે, નવી મુંબઈ બાદ હવે પુણે શહેર અને જિલ્લામાં સ્કૂલ 30 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.