પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી તકરાર મુખ્યમંત્રી અમરિંદર સિંહના પક્ષમાં જતી જોવા મળી રહી છે.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પેનલે અમરિંદર સિંહને જ 2022ની વિધાનસભા ચૂંટણી માટે કેપ્ટન બનાવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે અને તેમણે ટીમ પસંદ કરવા માટે ફ્રી હેન્ડ આપ્યુ છે.
આ સિવાય મલ્લિકાર્જુન ખડગેની લીડરશિપ ધરાવતી પેનલે અમરિંદર સિંહને ચૂંટણીને ધ્યાનમાં રાખી જરૂરી બદલાવ કરવા અને જનહિતની યોજનાઓ પર આગળ વધવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધૂએ કેપ્ટન અમરિંદર સિંહ પર અંગત હુમલો કરતા કહ્યુ હતું કે તે બે પરિવારોની સિસ્ટમ વિરૂદ્ધ છે, તેમનો સીધો ઇશારો પ્રકાશ સિંહ બાદલના પરિવાર અને કેપ્ટન અમરિંદર સિંહ તરફ હતો. જોકે તેમના આ નિવેદનને પાર્ટીએ યોગ્ય નથી માન્યુ.
અનેક રાજ્યોમાં FIR થતા યોગ ગુરુ બાબા રામદેવે ખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, કરી આ માંગ