219
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઓક્ટોબર, 2021
સોમવાર
ઉત્તર પ્રદેશના લખીમપુરની ઘટનાના નિષેધમાં આજે મહારાષ્ટ્ર બંધ છે. દાદરમાં એમએલએ સદા સરવળકર શિવસૈનિકો સહિત મહારાષ્ટ્ર બંધના નિષેધમાં રસ્તે ઉતર્યા છે. દાદરના વ્યાપારીઓએ બંધને પ્રતિસાદ આપીને દુકાનો ખોલી નથી. તો જ્યાં દુકાનો બંધ નથી ત્યાં શિવસૈનિકો ધમકાવીને બંધ કરાવી રહ્યા છે.

એક તરફ શિવસેનાના નેતાઓ કહે છે કે અમે બંધમાં સામેલ થવા લોકોને વિનંતી કરી છે તો બીજી બાજુ શિવસેનાના કાર્યકર્તાઓ રસ્તા પર લોકોને ધમકાવી રહ્યા છે. ચા ના બાંકડા પર તોડફોડ કરી રહ્યા છે.
આજે સવારે ચેમ્બુરના ઘાટકોપર માહુલ લિંક રોડ પરની દુકાનોને શિવસેનાના કાર્યકરો દ્વારા જબરજસ્તી બંધ કરાવાઇ હતી.

You Might Be Interested In