News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં અલ્પસંખ્યક સમાજ માટે સ્વતંત્ર મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત રાજ્યના વૈદ્યકીય શિક્ષણ પ્રધાન અમિત દેશમુખે લાતુરમાં કરી છે. રાજ્યમાં અલ્પસંખ્યક મુસ્લિમ સમાજ માટે આઘાડી સરકારની આ જાહેરાતથી સમાજના અન્ય વર્ગમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.
બહુ જલદી સરકારી યૂનાની મેડિક કોલેજની લાતુરમાં ચાલુ કરવામાં આવવાની જાહેરાત પણ શિક્ષણ પ્રધાને કરી હતી. લાતુરમાં અલ્પસંખ્યક છોકરીઓના સરકારી વસતીગૃહના ઉદ્ઘઘાટન કાર્યક્રમ દરિમયાન અમિત દેશમુખે કહ્યું હતું કે રાજ્યમાં ખાસ અલ્પસંખ્યક સમુહ માટે સરકારી મેડિકલ હોસ્પિટલ અને કોલેજ ચાલુ કરવામાં આવવાની છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની સોશિયલ મીડિયા પર બદનામી કરનારા આટલા લોકોની ધરપકડ.. જાણો વિગતે
એટલું જ નહીં પણ લાતુર સિવાય રાજ્યના અન્ય વિસ્તારમાં પણ ખાસ લઘુમતી સમાજ માટે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બાંધવાનો સરકારનો વિચાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.