ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
કેરળ હાઈકોર્ટે હિન્દુ સેવનકેન્દ્રમ્, એર્નાકુલમ ઉત્તરને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હિન્દુ સેવનકેન્દ્રમે માગણી કરી હતી કે મુસ્લિમો, લૅટિન કૅથલિકો, ક્રિશ્ચિયન નાદર, ખ્રિસ્તી ધર્મ અને પછાત વર્ગોના લોકો જો ક્રિશ્ચિયનિટીમાં ધર્મપરિવર્તન કરે તો તેમનો પછાત વર્ગનો દરજ્જો પાછો ખેંચવામાં આવે. અદાલતે એક મહિનાની અંદર રાજ્યમાંઅસાધ્યરોગોથી પીડાતાં બાળકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે બનાવેલીબૅન્કના ખાતામાં આ રકમ જમા કરાવવા માટે નિર્દેશ આપ્યો છે.
કોર્ટે હિન્દુ સેવનકેન્દ્રમના શ્રીકુમાર મેનકુઝી દ્વારા દાખલ કરેલી અરજી પર ઉક્ત આદેશ આપ્યો હતો. અરજદારે ધ્યાન દોર્યું હતું કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓના કેટલાક વર્ગને શિક્ષણ અને નોકરીઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતનો દરજ્જો આપવામાં આવે છે. જોકેતેમાંના મોટાભાગના લોકો સામાજિક અથવા શૈક્ષણિક રીતે પછાત નથી. કેરળમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હિન્દુઓએ આ આક્ષેપ કર્યો હતો.
મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, સતત ત્રીજા દિવસે આટલા ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
દરમિયાન કોર્ટે કહ્યું હતું કે “અમે એ સમજવામાં અસમર્થ છીએ કે અરજીકરનારાએ મુસ્લિમો, લૅટિન કૅથલિક, ક્રિશ્ચિયન નાદર અને અનુસૂચિત જાતિના લોકો ક્રિશ્ચિયનિટી સંપ્રદાય અંગીકાર કરે તો તેમને પછાત વર્ગ તરીકે ન ગણવાની અરજી કયા આધારે કરી છે.” અદાલતે સચાર સમિતિ અને પાલલી સમિતિ અહેવાલોના આધારે શૈક્ષણિક અને અન્ય સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓ માટે તે સમુદાયોને આપવામાં આવતી બધી નાણાકીય સહાયને રોકવા માટેની અરજીને પણ ફગાવી દીધી હતી.