210
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
દેશભરમાં ઓછા થઈ રહેલા કોરોના મામલાની વચ્ચે કેરળમાં નવા મામલા એક વાર ફરી બેકાબૂ થયા છે.
કેરળમાં દૈનિક મામલા 3 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન, કેરળમાં 31,445 નવા કેસ નોંધાયા છે અને 215 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
આ સાથે કેરળમાં કોરોનાના સંક્રમિતોની કુલ સંખ્યા 38,83,429 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 19,972 પર પહોંચી ગયો છે.
હાલ રાજ્યમાં 1,70,292 કોરોનાના એક્ટિવ કેસ છે.
જોકે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 20,271 લોકોને રજા આપવામાં આવી છે.
You Might Be Interested In