299
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
લખીમપુર હિંસા મામલે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે.
હાઈકોર્ટની લખનૌ બેંચે આશિષ મિશ્રાને જામીન આપી દીધા છે.
આ મામલે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. કોર્ટે હવે ચુકાદો સંભળાવતા જામીન આપ્યા છે.
આશિષ મિશ્રા આવતીકાલ સુધીમાં જેલની બહાર આવે તેવી શક્યતા છે.
તાજેતરમાં એસઆઈટી દ્વારા આ કેસમાં 5000 પાનની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
એસઆઈટીના કહેવા પ્રમાણે આ હિંસા થઈ ત્યારે આશિષ સ્થળ પર જ હતો.
ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરે ખેડૂત આંદોલન દરમિયાન નીકળેલી રેલીમાં હિંસા ફાટી નિકળી હતી અને તેમાં આઠ લોકોના મોત થયા હતા.જેમાં ખેડૂતોનો પણ સમાવેશ થતો હતો.
અમદાવાદની IPL ટીમના નામની થઇ જાહેરાત, હવે આ નામે ઓળખાશે ટીમ; જાણો કોણ કરશે કેપ્ટનશીપ
You Might Be Interested In