ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
ગુજરાતમાં હવે આગામી ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કવાયત શરૂ થઈ ગઈ છે. આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ પ્રવેશ કરવા જઈ રહી છે. ૧૪ જૂનના રોજ અરવિંદ કેજરીવાલ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
કોંગ્રેસના એક નેતા નો બબાલ. વૃદ્ધોને કોરોના થી મરવા દો પણ બાળકોને બચાવો
બીજી તરફ આજે ખોડલધામ કાગવડ ખાતે પાટીદાર સમાજની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં કડવા અને લેઉઆ પટેલ એમ બંને પક્ષના નેતા સામેલ હતા. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ આ બેઠકમાં નરેશ પટેલે હતું હતું કે “ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ 'આપ' જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં 'આપ'નું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. 'આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.”
ઉલ્લેખનીય છે કે પાટીદારો ઇચ્છે છે કે હવે પછી જે પણ મુખ્ય પ્રધાન બને તે પાટીદાર સમાજનો હોય, પરંતુ પાટીદાર સમાજ કોને સહકાર આપશે એ વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી. ઉપરાંત આજે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પણ મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કૅબિનેટ પ્રધાન કૌશિક પટેલ ભૂપેન્દ્ર યાદવને મળવા પહોંચ્યા હતા. એમાં ગોરધન ઝડફિયા, ભાર્ગવ ભટ્ટ અને એમ.એસ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. હવે આગામી 15મી તારીખે પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડ અને ધારાસભ્યોની બેઠક યોજાશે.
આ હોડમાં કૉન્ગ્રેસ પણ પાછળ નથી, કૉન્ગ્રેસ હાઈ કમિશને પણ હાર્દિક પટેલને ચૂંટણી અંગે રણનીતિ ઘડવા અને ચર્ચા કરવા દિલ્હી બોલાવ્યો છે.