News Continuous Bureau | Mumbai
છત્તીસગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક કોર્ટમાં શુક્રવારના દિવસે ભગવાન શંકરને હાજર થવાની નોટિસ આપવામાં આવી હતી. વાત એમ છે કે રાયગઢ વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કરયાની ફરિયાદ થઇ હતી. આ સંદર્ભે કોર્ટે કુલ ૧૦ લોકોને નોટિસ ફટકારી હતી જેમાં શંકર ભોલેનાથ મંદિર ને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. જો શંકર ભોલેનાથ મંદિર માં હાજર ન રહે તો તેમને દસ હજાર રૂપિયાનો દંડ થશે તેવું નોટિસમાં લખવામાં આવ્યું હતું. આ સંદર્ભે ભક્તોએ એક અનોખો કીમિયો અજમાવ્યો અને શંકર ભગવાનના શિવલિંગને મંદિરથી ઉપાડી ને વાજતે ગાજતે કોર્ટ સુધી લઈ ગયા.

આ સમાચાર પણ વાંચો : કાશી વિશ્વનાથ મંદિર-મસ્જિદ વિવાદ પર હાઇકોર્ટમાં આ તારીખથી સુનાવણી ફરી શરૂ થશે.. જાણો શું છે સમગ્ર મામલો
જ્યારે શિવલિંગ કોર્ટમાં પહોંચ્યો ત્યારે અનેક લોકો શિવલિંગને પ્રણામ કરવા પહોંચી ગયા હતા. બીજી તરફ આ સમાચાર તહેસીલદાર પાસે પહોંચતા તેમણે પ્રતિક્રિયા આપી હતી કે આવા પ્રકારની કોઈ નોટીસ વિશે તેમની પાસે જાણકારી નથી. તેમજ જો નોટિસમાં શંકર ભગવાનનું નામ લખવામાં આવ્યું હશે તો નોટિસ નવેસરથી કાઢવામાં આવશે. જોકે કોર્ટની સુનાવણી દરમિયાન તહેસીલદાર ગેરહાજર રહેતા હવે વધુ એક વખત તારીખ પડી છે.
આમ હિન્દી ફિલ્મ ઓહ માય ગોડનો બીજો અંક વાસ્તવિક રીતે છત્તીસગઢમાં ભજવાયો છે.