ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
મહાવિકાસ આઘાડીના પ્રધાન નવાબ મલિકના જમાઈ કીમતી તમાકુથી શ્રીમંત બની ગયા છે, તો મહારાષ્ટ્રના ગરીબ ખેડૂતોને પણ હર્બલ તમાકુની ખેતી કરવાની મંજૂરી આપો, જેથી કરીને મહારાષ્ટ્રના ગરીબ અને મહેનત કરનારા ખેડૂતો પણ નવાબ મલિકાના જમાઈની માફક શ્રીમંત બનશે. આવી અજબ માગણી મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિધાનસભ્ય સદાભાઉ ખોતે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પક્ષપ્રમુખ શરદ પવારને કરી છે.
કોરોનાકાળમાં માંડ માંડ ટકી રહેલા ખેડૂતોને અતિવૃષ્ટિ, વાવાઝોડા અને પૂર જેવાં અનેક સંકટોનો સામનો કરવો પડ્યો છે. અનેક ખેડૂતોને મદદ નહીં મળતાં તેમણે આત્મહત્યા કરી લીધી છે. ખેતી કરવી પણ હવે પરવડે એમ નથી. સરકાર તરફથી પૂરતી મદદ મળતી નથી. એથી અનેક ખેડૂતોને હવે ગાંજાનો પાક લેવો જોઈએ એવું થઈ રહ્યું છે. ગાંજો દુનિયામાં એકમાત્ર એવી વનસ્પતિ (હર્બલ) છે, જેની કાયમ માગ રહે છે એવો દાવો સદાભાઉ ખોતે કર્યો છે.
મુંબઈગરા ઑક્ટોબર હીટથી હેરાન, મુંબઈમાં ગરમી વધવાનાં આ છે કારણો; જાણો વિગત
સોલાપુર જિલ્લામાં અનેક ખેડૂતોએ તેમને આ કીમતી હર્બલની ખેતી કરવાની માગણી કરી છે, પરંતુ એની ખેતી કરવા માટે સરકારની મંજૂરી આવશ્યક છે, જે સહજતાથી મળતી નથી. એથી જો નવાબ મલિકના જમાઈ કીમતી હર્બલથી શ્રીમંત બની ગયા છે, તો ખેડૂતોને પણ એની ખેતી કરવાની મંજૂરી આપો એવી લેખિતમાં સદાભાઉએ શરદ પવાર પાસે માગણી કરી છે.