News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) લાઉડસ્પીકરનો વિવાદ(Loudspeaker row) અટકવાનું નામ નથી લઈ રહ્યો.
સરકાર બાદ હવે રાજ ઠાકરેની(Raj thackeray) પાર્ટી મનસેએ(MNS) પોલીસને મસ્જિદોપરથી(Mosques) લાઉડસ્પીકર હટાવવાની ધમકી આપી છે.
એટલું જ નહીં, પાર્ટીએ સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશને ટાંકીને પુણે પોલીસ કમિશનરને(Pune police commissioner) પત્ર પણ મોકલ્યો છે.
પત્રમાં કહેવાયું છે કે, મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારીને તેને જમીન પર મૂકો.
મૌલાનાઓ(Maulana) પાસે સહમતી પત્ર લો. નહીં તો મનસે પોલીસ સ્ટેશનની સામે હનુમાન ચાલીસા(Hanuman chalisa) વાંચીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાજ ઠાકરેએ ઠાકરે સરકારને(Thackeray govt) અલ્ટીમેટમ આપ્યું હતું કે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટી જવા જોઈએ. નહીં તો મસ્જિદો સામે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : જેલમાંથી બહાર આવ્યા બાદ MP નવનીત રાણાની તબિયતમાં કોઈ સુધારો નહીં, ડોક્ટરોએ સાંસદનું કરાવ્યું MRI સ્કેન.. જુઓ તસવીરો, જાણો વિગતે