News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટની વચ્ચે શિવસેના(Shivsena)ના દિગ્ગજ નેતા સંજય રાઉતે(Sanjay Raut) એક મોટું એલાન કરી નાખ્યું છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના MVA (MVA Govt) ગઠબંધનમાંથી બહાર નીકળી જવા તૈયાર છે પરંતુ પાર્ટીના બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs)એ 24 કલાકની અંદર મુંબઈ(Mumbai) પાછા આવતું રહેવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો : વિધાનસભ્યએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો ભાવનાત્મક પત્ર- એકનાથ શિંદે વળતો જવાબ આપતા કહ્યું જોયું આ છે વિધાનસભ્યોની ભાવના-જાણો શું લખ્યું છે પત્રમાં
જોકે હવે MVA સાથેના ગઠબંધન તોડી નાખવાના સંજય રાઉતના નિવેદન બાદ કોંગ્રેસ(Congress) અને એનસીપી(NCP) કેમ્પમાં ખલબલી મચી છે. રાઉતના નિવેદન પર કોંગ્રેસ(congress)ના નેતાઓની નારાજગી સામે આવી રહી છે. પાર્ટીએ આજે (ગુરુવારે) સાંજે 5 વાગ્યે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક(meeting) બોલાવવાનું નક્કી કર્યું છે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના સિનિયર નેતા એચકે પાટીલ, બાલાસાહેબ થોરાટ અને નાના પટોલે અને અશોક ચવાણ સહિતના નેતાઓ હાજર રહેશે. આ બેઠક બાદ કોંગ્રેસ શું સ્ટેન્ડ લે છે તે જોવાનું રહેશે.