News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર (Maharashtra govt) માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજે વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય નું બજેટ (Mahrashtra Budget) રજૂ કરવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવાર(Ajit Pawar) વિધાનસભામાં વર્ષ 2022-23 માટે રાજ્યનું બજેટ રજૂ કરશે. બપોરે 2 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટથી કયા સેક્ટરને ફાયદો થશે તેના પર સૌની નજર છે.
મહાવિકાસ આઘાડી સરકારના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવાર આજે બપોરે 2 વાગ્યે વિધાનસભામાં મહાવિકાસ અઘાડીનું ત્રીજું બજેટ રજૂ કરશે. બજેટની જોગવાઈઓ અને અન્ય યોજનાઓ પર ચર્ચા કરવા ગઈકાલે કેબિનેટની બેઠક યોજાઈ હતી. કોરોના સંકટ, દેવાનો બોજ, તિજોરીમાં સંકટ, નાણામંત્રીઓ માટે પડકાર એ છે કે ટેક્સ વધાર્યા વગર મહેસૂલી ખાધને કેવી રીતે પૂરી કરવી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર બજેટ 2022 : મહારાષ્ટ્રનો વર્તમાન નાણાંકીય વર્ષનો આર્થિક વિકાસ દર આટલા ટકા રહેશે. જાણો વિગતે
લોકોને પણ આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે તેથી આ બજેટમાં અજિત પવાર કોની-કોની અપેક્ષા પૂર્ણ કરશે તેના તમામ રાજકીય પક્ષ તથા જનતાનું ધ્યાન કેન્દ્રિત છે. શું રાજ્ય સરકાર બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં અમુક અંશે ઘટાડો કરીને રાજ્યની જનતાને રાહત આપશે? એ જોવું મહત્વપૂર્ણ રહેશે.
ભલે OBC અનામતના મુદ્દે BMCની ચૂંટણી 6 મહિના માટે મોકૂફ રાખવામાં આવી હોય, પરંતુ આજના બજેટ સત્રમાં રજૂ થનારા બજેટમાં BMCની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે. તેથી BMC માટે ઘણી વધારાની જાહેરાતો પણ અપેક્ષિત છે.