રાજ્ય

છાશવારે પાડોશી રાજ્ય સાથે નાના મુદ્દા પર સતત ઝઘડો કરનાર. મહારાષ્ટ્ર સરકારને હવે પાડોશીઓ પાસેથી આ મદદ જોઈએ છે. કેન્દ્ર સરકારને લખ્યો પત્ર. જાણો વિગત...

Apr, 7 2021


ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ,7 એપ્રિલ 2021.

બુધવાર .

    મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી પાસે પાડોશી રાજ્યો થી જોઈતી મદદની માંગણી કરી છે. રાજેશ ટોપે એ બીજા રાજ્યો પાસેથી ઓક્સિજન પુરવઠાની માંગણી કરી છે.

  કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને દેશના વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે વિડિઓ કોન્ફેરસીંગ દ્વારા કોરોના પરિસ્થિતિ વિશે ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર ના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એ પાડોશી રાજ્યો પાસે થી ઓક્સિજન પુરવઠા અંગે મદદ માંગી હતી. મહારાષ્ટ્ર સરકાર આમ તો વાતે વાતે પાડોશી રાજ્યો સાથે વાંકુ પડતું હોય છે. બેલગાવ મુદ્દે પણ તે કર્ણાટક સરકાર સાથે ઝગડ્યા હતા. ભૂતકાળમાં નર્મદા પાણી માટે મહારાષ્ટ્રના આંદોલનકારીઓ ગુજરાત સરકાર સાથે લડ્યા હતા. મધ્યપ્રદેશની સરકાર સાથે પણ તેનો અણબનાવ છે. હવે જયારે આ કોરોનાનો કપરો સમય આવ્યો છે ત્યારે તેમને પાડોશી રાજ્યો યાદ આવે છ, માટે જ તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે, જયારે જયારે મહારાષ્ટ્ર માં કોરોના દર્દી ઓ માટે ઓક્સિજનની જરૂર પડે ત્યારે ત્યારે આ પાડોશી રાજ્યો મદદ કરે.

News Continuous analysis : ભાઈ!! આવું કેમ હશે? ટેક્સ ભરનાર દુકાનદારો બંધ. જ્યારે કે રસ્તા પર ફળ વેચનાર નું શું? જાણો સરકારની પરસ્પર વિરોધી દલીલો.. અને લોકોની સાથે થઇ રહેલો અન્યાય.

Leave Comments