News Continuous Bureau | Mumbai
સામાન્ય લોકો વચ્ચે એવી સમજ છે કે શિવસેના(Shivsena)માં કદી વિરોધનો કે બંડ નો કિસ્સો એ સ્તર સુધી પહોંચ્યો નથી કે ઠાકરે પરિવાર(Thackeray Family) ને રાજીનામું ઓફર કરવું પડ્યું હોય. પરંતુ હકીકત એમ છે કે શિવસેનામાં શિવસેના અધ્યક્ષ ને ચેલેન્જ કરનાર લોકો ભૂતકાળમાં પણ હતા. આજથી વીસ વર્ષ પહેલાં એટલે કે 1992માં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray) સાર્વજનિક રીતે કહેવું પડ્યું હતું કે તેઓ શિવસેના પાર્ટી(Party) છોડવા માટે તૈયાર છે. વાત એમ હતી કે બાળાસાહેબ ઠાકરે જે લોકોને શિવસેનાના પદાધિકારી બનાવ્યા હતા તેમજ જે શિવસૈનિકો ને જન પ્રતિનિધિ તરીકે યોગ્ય ઠેરવ્યા હતા તેમની વિરુદ્ધમાં શિવસૈનિકો વચ્ચે મોટો આક્રોશ હતો. આટલું જ નહીં અમુક શિવસૈનિક અને ધારાસભ્યો રાજીનામું આપવાની તૈયારી કરી બેઠા હતા. આવા સમયે શિવસેના અધ્યક્ષ બાળ ઠાકરે ટેબલ પર પોતાનું રાજીનામું રજૂ કરી દીધું હતું. તેમજ શિવસૈનિકો ને હાકલ કરી હતી કે શિવસેના તોડવાની કોઈ જરૂર નથી તેના સ્થાને તેઓ પોતે જ અધ્યક્ષ પદેથી રાજીનામું આપે છે અને શિવસૈનિકો તેમજ શિવસેનાના નેતાઓ શિવસેનાને આગળ વધારી શકે છે.
આ સમાચાર પણ વાંચો :શું આજે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે- અફવાનું બજાર ગરમ
બાળાસાહેબ ઠાકરેની આ અપીલ પછી મુંબઈ(Mumbai) શહેર અને સમગ્ર મહારાષ્ટ્ર(Maharashtra)માં લાખોની સંખ્યામાં શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ શિવસેનાની અંદર રહેલું બંડ શાંત થયું હતું. આજે 30 વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે સમક્ષ આવો જ પ્રસંગ સામે આવ્યો છે.