News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલા રાજકીય ધમાસણ(Political turmoil) વચ્ચે બળવાખોર નેતા(Rebel leader) એકનાથ શિંદે(Eknath Shinde) રિઝોલ્યુશન પાસ(Resolution) કરીને એક લેટર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર(Deputy Speaker of the Legislature) નરહરી ઝીરવાલને(Narhari Zirwal) મોકલ્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે પૂરતી બહુમતી છે અને તેઓ ગ્રુપ લીડર હોઈ તેમણે નીમેલો વ્હીપ ભરત ગોગાવલે(Whip Bharat Gogavale) જ કાયદેસર રીતે શિવસેનાનો(Shivsena) વ્હીપ છે. જોકે ડેપ્યુટી સ્પીકરે આના પર ઉતાવળે નિર્ણય નહીં લેતા કાયદાનો પૂરો અભ્યાસ કરીને જ તેઓ જવાબ આપશે એવુ ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
શિવસેના સામે બળવો કરીને અગાઉ સુરત(Surat) અને હવે ગુવાહાટી(Guwahati) પહોંચેલા એકનાથ શિંદેએ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર મોકલ્યો છે અને તેમાં તેઓ પોતાની પાસે બે તૃતીયાંશ સભ્યો છે. તેથી તેઓ જ શિવસેનાના ગ્રુપ લીડર કહેવાય અને તેમણે નીમેલો વ્હીપ જ કાયદેસરનો વ્હીપ કહેવાય.
નરહરી ઝીરવાલે જોકે કહ્યું હતું કે શિંદેએ તેમની પાસે 34 વિધાનસભ્યોના હસ્તાક્ષર સાથેનો પત્ર મોકલ્યો છે, જેમાં ચાર અપક્ષ છે. આજે સવારે વધુ વિધાનસભ્યો તેમની સાથે જોડાઈ ગયા છે એવો તેઓ દાવો કરી રહ્યા છે. જોકે તેમની પાસે કેટલું આટલું સંખ્યાબળ છે તો નિયમ મુજબ તેઓ તેની તપાસ કરશે. કારણ કે એક વિધાનસભ્યે(MLA) દાવો કર્યો છે કે પત્રમાં તેમની સાઈન નથી. તે પત્રમાં મરાઠી સાઈન(Marathi sign) છે જ્યારે તેઓ ઈંગ્લિશમાં(English) સાઈન કરે છે અને હાલ તે વિધાનસભ્ય પોતાના ઘરે છે. તેથી અન્ય વિધાનસભ્યો તેમની સાથે છે કે નહીં તેની તપાસ મારે કરવી પડશે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની ઉલટી ગણતરી શરૂ- આજે માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં માત્ર આટલા ધારાસભ્યો જ રહ્યા ઉપસ્થિત
શિંદે પાસે કેટલું સમર્થન છે તે જાણવા માટે કાયદા મુજબ કામ કરશું. કાયદા મુજબ આવશ્યકતા જણાઈ તો તેઓને સામે આવવું પડશે અને તેમની પાસે કેટલું સમર્થન છે તેની તપાસ કર્યા બાદ નિર્ણય લઈ શકાશે.
આ દરમિયાન એકનાથ શિંદે તેમના વકીલ સાથે ચર્ચા કરી રહ્યા હોવાનું કહેવાય છે તે મુજબ તેઓ દાવો કરી રહ્યા છે કે બે-તૃત્યાંશ સભ્ય તેમની પાસે છે તેથી તેમનો પક્ષ જ સાચો છે અને તેઓ જ શિવસેનાના ગ્રુપ લીડર છે. તેથી તેમનો વ્હીપ જ કાયદા મુજબ સાચો ગણાશે. એ બાબતે નરહરી ઝીરવાલે કહ્યું હતું નિયમ મુજબ પક્ષ પ્રમુખ ગ્રુપ લીડર બનાવે છે, તે હિસાબે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પક્ષ પ્રમુખ છે અને તેઓએ અજય ચૌધરીને ગ્રુપ લીડર તરીકે નીમ્યા છે, તેથી કાયદા મુજબ મેં તેને માન્યતા આપી છે.