ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં છેલ્લા થોડા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 10,219 નવા કેસ નોંધાયા છે, જેની સામે આજે 21,081 દર્દી સાજા થઈને પરત ઘરે ગયા છે. એટલે કે આજે નવા દર્દીઓની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા બમણી થઈ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 58,42,000 દર્દી કોરોનાગ્રસ્ત નોંધાયા છે, જેમાંના 55,64,348 દર્દી સાજા થઈને ઘરે પાછા ફર્યા છે, જે સૂચવે છે કે રાજ્યનો કુલ રિકવરી રેટ 95.25 ટકા જેટલો થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 154 કોરોનાગ્રસ્તોનો ભોગ લેવાયો છે. અત્યારે રાજ્યનો મૃત્યુદર 1.72 ટકા જેટલો છે. હાલ રાજ્યમાં 12,47,033 વ્યક્તિ હોમ ક્વૉરેન્ટીન તો 6,232 વ્યક્તિ સંસ્થાત્મક ક્વૉરેન્ટીન છે. રાજ્યમાં અત્યારે કુલ 1,74,320 ઍક્ટિવ દર્દી છે.
જોકે રાજ્યમાં પુણે જિલ્લામાં સારવાર હેઠળ સૌથી વધુ દર્દી છે. પુણેમાં 19,645 દર્દી અત્યારે સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં 17,591 તો થાણે જિલ્લામાં 16,655 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે ત્યારે ગોંદિયા જિલ્લામાં સૌથી ઓછા 445 દર્દી સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 3,66,96,139 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.