રાજ્ય

મહારાષ્ટ્રની આ મહાનગર પાલિકામાં ભાજપ ના નગરસેવકો ફૂટી ગયા. મેયરપદ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પાસે ગયું

Feb, 23 2021


 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રના સાંગલી માં બહુમતી માં રહેલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોમાં મોટી ફૂટ પડી છે. અઢી વર્ષ પતી ગયા બાદ અહીં મેયર પદની ચૂંટણી થવાની હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના સાત કોર્પોરેટરોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ને મતદાન કર્યું. પરિણામ સ્વરૂપ બહુમતી હોવા છતાં સાંગલીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મેયર ચૂંટાઈ આવ્યા.

.

એક તરફ ભાજપ દાવો કરે છે કે શિવસેના અને રાષ્ટ્રવાદી ના અનેક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ત્યારે બીજી તરફ સાંગલીમાં તેઓ પોતાના કોર્પોરેટરને પણ સાચવી શક્યા નથી.

Leave Comments