રાજ્ય

રત્નાગિરિના ચિપલુણમાં વાદળ ફાટ્યું : મુશળધાર વરસાદમાં ચિપલુણ જળબંબાકાર, ઘરોમાં અને બજારમાં કમરબંધ પાણી ભરાયાં, મુંબઈ-ગોવા હાઇવે ઠપ્પ; જાણો વિગત

Jul, 22 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 જુલાઈ, 2021

ગુરુવાર

મહારાષ્ટ્રના કોંકણ જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એમાં પણ રત્નાગિરિમાં વરસાદે કાળો કેર મચાવી દીધો છે. રત્નાગિરિના ચિપલુણમાં વાદળ ફાટ્યું હોય એમ ગાંડાની માફક આખી રાત અવિરત વરસાદ પડ્યો છે. અતિવૃષ્ટિને પગલે શહેરમાં પાણી ફરી વળતાં ભયજનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. લોકોને 2005ની અતિવૃષ્ટિની યાદ તાજી થઈ ગઈ હતી.

આખી રાતનો વરસાદ અને નદીઓમાં આવેલાં પૂરને કારણે  શહેરની બજારોમાં પાંચ ફૂટ કરતાં વધુ પાણી ભરાઈ ગયાં છે. બાજારપેઠ અને ખેર્ડી જેવા વિસ્તારમા કમરબંધસમાં પાણી ભરાયાં છે. સેંકડો લોકોનાં ઘરમાં પણ પૂરનાં પાણી ઘૂસી ગયાં છે. અનેક લોકોનાં તો આખાં ને આખાં ઘર પાણીમાં ડૂબી ગયાં છે અને તેઓ મદદની આશાએ ઘરનાં છાપરાં પર બેઠાં હોવાનું જણાઈ આવ્યુ હતું.  સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટનો ડેપો સુધ્ધાં આખો પાણીમાં ડૂબી ગયો છે.

પ્રથમ ગ્રાસે મક્ષિકા! CET રજિસ્ટ્રેશનની વેબસાઇટ પહેલા જ દિવસે બંધ પડી ગઈ; વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જાણો વિગત

ભારે વરસાદને પગલે મુંબઈ-ગોવા હાઇવે, કરાડ રોડ ઠપ્પ થઈ ગયો છે, તો શહેરમાં આવેલો બ્રિટિશકાળનો પુલ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બચાવ કામગીરી માટે NDRFની ટીમ પણ કામે લાગી ગઈ છે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )