ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને આજે કોર્ટમાંથી રાહત મળી નથી
પ્રાપ્ત જાણકારી મુજબ કોર્ટે અનિલ દેશમુખની ED કસ્ટડી 15 નવેમ્બર સુધી લંબાવી છે.
આ ઉપરાંત મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખના પુત્ર હૃષિકેશ દેશમુખની ધરપકડ પહેલા જામીન અરજી પરની સુનાવણી પણ 20 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.
અગાઉ બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા, જે PMLA કોર્ટે શુક્રવારે 15 નવેમ્બર સુધી કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, અનિલ દેશમુખની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ PMLA કોર્ટે જ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. પરંતુ હાઈકોર્ટે તે આદેશને રદ કરીને અનિલ દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.