SUBDOMAIN == gujarati

રાજ્ય

 ભાજપને લાગ્યો ઝટકોઃ બંગાળના આ દિગ્ગજ નેતાની ‘ઘર વાપસી’, મમતા બેનર્જી સાથે મુલાકાત કરી TMCમાં જોડાયા

Jun, 11 2021


 પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. 

ભાજપના મોટા નેતા મુકુલ રોયે ઘર વાપસી કરી છે એટલે કે તેઓ ટીએમસીમાં પાછા ફર્યા છે. 

તેઓ તેમના પુત્ર સુભ્રાંશુની સાથે તૃણમૂલ કોંગ્રેસના મુખ્યાલયે પહોંચ્યા હતા અને ટીએમસીના વડા મમતા બેનર્જીને મળ્યા હતા.  

નોંધનીય છે કે, જ્યારે ટીએમસીમાંથી ભાજપમાં જતા નેતાઓની કતાર લાગી હતી, ત્યારે તેમાં મુકુલ રોય પહેલા નંબર પર હતા.  

જણાવી દઈએ કે, હાલમાં ભાજપમાં એવા ઘણા નેતાઓ છે, જેઓ ટીએમસીમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે.  

Leave Comments