ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
વીજળીના તાર પર કામ કરતી વખતે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર શહેરમાં સૂર્યા નદીની ઉપરના ભાગમાં બે લાઇનમેન ૫૦ ફૂટની ઊંચાઈએ અટવાયા હતા. નૅશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની ટીમે તેમને બચાવ્યા હતા. આ પહેલાં લાઇનમેન લગભગ એક કલાક સુધી અટવાયેલા હતા. બંનેને તાત્કાલિક તબીબી પરીક્ષણ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, તેઓ સ્વિમિંગ જાણતા હોવા છતાં નદીમાં છલાંગ મારી ન હતી. કારણ કે ખરાબ હવામાનને કારણે નદી ખૂબ જ ઝડપથી વહી રહી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પાલઘરમાં બે લાઈનમેન એક કલાક સુધી વીજળીના તાર પર લટકતા રહ્યા; NDRFએ કર્યું બચાવ કાર્ય, જુઓ વિડિયો..
#Maharashtra #NDRF #team #rescuing #electricity #Palghar #Mumbai #MumbaiRains #monsoon pic.twitter.com/mSxs7dVBG4— news continuous (@NewsContinuous) July 24, 2021