ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
નાગાલેન્ડ રાજ્ય પોતાની જનતાને રાહત પહોંચાડવા માટે પેટ્રોલ અને ડીઝલ પરના કરમાં કપાત કરી છે. આ રાજ્યમાં ઇંધણ પર 29.30 ટકા પર હતો જે ઘટાડીને 25 ટકા કરી નાખવામાં આવ્યો છે. પરિણામ સ્વરૂપ અહીં પેટ્રોલની કિંમતમાં 18 રૂપિયા 26 પૈસા તેમ જ ડીઝલની કિંમતમાં 11 રૂપિયા અને 4 પૈસા જેટલો ઘટાડો નોંધાયો છે.
ઇશાનના રાજ્યોમાં નાગાલેન્ડ એ બીજું રાજ્ય છે જેમાં જનતાને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રાહત પહોંચાડવા સરકારે કર ઘટાડયો છે. આ અગાઉ આસામ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કર ઘટાડતાં ત્યાં પેટ્રોલ અને ડિઝલ સસ્તુ થયું હતું.
બે દિવસની આંશિક રાહત બાદ ફરી વધ્યા પેટ્રોલ- ડીઝલના ભાવ, જાણો કેટલે પહોંચી કિંમત
Leave Comments