ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021
શનિવાર
ક્રૂઝ ડ્રગ જપ્તી અને ધરપકડ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા જારી કરાયેલા સ્પષ્ટીકરણો છતાં NCPના મંત્રી નવાબ મલિકે ગુરુવારે કેન્દ્રીય તપાસ એજન્સી પર પ્રહાર કરી દાવો કર્યો કે ભાજપના નેતા અને ખાનગી તપાસકર્તા ગુપ્ત રહીને આ અઠવાડિયે મુંબઈ કિનારે ક્રૂઝ પર NCBના દરોડામાં ભાગ લીધો હતો.
પોતાના આરોપને પુરવાર કરવા માટે નવાબ મલિકે ખાનગી તપાસકર્તા કે. પી. ગોસાવી અને ભાજપના નેતા મનીષ ભાનુશાલીનો એક વીડિયો જાહેર કર્યો હતો, જે દરોડાની મોડી રાત્રે સફેદ કારમાં નીકળીને સેન્ટ્રલ ડ્રગ એજન્સીની ઑફિસમાં જતા હતા. મલિકે એક ટ્વીટમાં કહ્યું, "અહીં એ જ રાત્રે ક્રૂઝ શિપ પર દરોડો પાડવામાં આવ્યો, જે રાત્રે કિરણ પી. ગોસાવી અને મનીષ ભાનુશાલીના NCB ઑફિસમાં પ્રવેશનો વીડિયો છે." તેમણે દાવો કર્યો હતો કે NCBના વરિષ્ઠ અધિકારી સમીર વાનખેડેએ આપેલાં નિવેદનોમાં ઘણી વિસંગતતાઓ છે અને આરોપ લગાવ્યો છે કે એજન્સી "વધુ બે લોકોને ફ્રેમ કરવા" માગે છે.
એક જ સપ્તાહમાં બીજી વખત Instagram અને Facebook આટલા કલાક માટે થયું ડાઉન, કંપનીએ યુઝર્સની માંગી માફી
જ્યારે દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે ગોસાવી અને ભાનુશાલી બંનેને મુંબઈ પોલીસે NCB કચેરીમાં પ્રવેશ સમયે અટકાવ્યા હતા. તમામ કાર્યવાહી નિયમ અને કાયદા મુજબ થઈ હતી, પરંતુ ક્રૂઝ પર દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરતી વખતે NCB હૅન્ડબુકમાં કાર્યવાહીનું ગંભીર ઉલ્લંઘન થયું છે. આથી, દરોડામાં સામેલ તમામ NCB કચેરીઓ પર NDPS ઍક્ટની કલમ 59 હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. પ્રશ્ન એ છે કે શું તમામ અધિકારીઓ સામે કાર્યવાહી થશે? જો નહીં થાય તો મુન્દ્રા જપ્તીથી ધ્યાન હટાવવાનો અને મહા વિકાસ આઘાડી (MVA) સરકાર, બૉલિવુડને બદનામ કરવાનો સ્પષ્ટ રાજકીય એજન્ડા છે. MVA સરકાર દ્વારા તપાસ કરવાથી સમગ્ર ષડ્યંત્રનો પર્દાફાશ થશે એવું નવાબ મલિકે કહ્યું હતું.