ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પંજાબ કોંગ્રેસમાં ફરી એક વાર હોબાળો શરૂ થયો છે.
પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપી દીધું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મંગળવારે (આજે) નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ સોનિયા ગાંધીને મોકલી આપ્યુ છે.
સિદ્ધુએ કહ્યું છે કે, મેં અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે પરંતુ કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પંજાબમાં બનેલી નવી સરકાર પછી નવા મંત્રીમંડળની રચના અને તેમને ખાતાઓની ફાળવણી અંગે વિશ્વાસમાં લેવામાં ન આવતાં તેઓ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ કારણે તેમને રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. તેમના રાજીનામાને કારણે ફરી એકવાર પંજાબનું રાજકારણ ગરમાયું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ મુદ્દે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિદંર સિંહ અને સિદ્ધુ વચ્ચે વિવાદ થયો હતો.