News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે મોડી રાત્રે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી.
જોકે નીતિન ગડકરીએ આ બેઠક પાછળ પણ કેટલાક રાજનૈતિક કારણ હોવાની વાતને ફગાવતા આને એક પારિવારિક બેઠક જણાવી.
આ મુલાકાત બાદ સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ગડકરીએ મનસે પ્રમુખના પરિવાર સાથે પોતાના જૂના સંબંધો તરફ ઇશારો કરતા કહ્યું કે તેઓ તેમના આમંત્રણ પર તેમના ઘરે ગયા હતા.
નોંધનીય છે કે, આ બેઠક રાજ ઠાકરેના નિવેદનના એક દિવસ બાદ કરવામાં આવી હતી. જેમાં MNS પ્રમુખે મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે, મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ ગામમાં આકાશમાંથી પડ્યા ગગનગોળા અને લોખંડની રિંગ, જુઓ વિડિયો, જાણો વિગતે