News Continuous Bureau | Mumbai
અઝાન(Azaan)અને હનુમાન ચાલીસા (Hanuman Chalisa)વિવાદ વચ્ચે નાસિક પ્રશાસને(Nasik) એક મહત્વનો નિર્ણય લીધો છે.
નાસિકમાં લાઉડ સ્પીકર(Loudspeaker) પર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે મંજૂરી લેવી પડશે.
સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, અઝાન પહેલા અને બાદમાં 15 મિનિટની અંદર આ માટે મંજૂરી નહીં મળે. મસ્જિદ(Mosque)ના આજુબાજુના 100 મીટરના ક્ષેત્રમાં આ માટે મંજૂરી નહીં મળે.
નાસિક પોલીસ કમિશનર દીપક પાંડે(Deepak Pandey)એ મીડિયાને જણાવ્યું કે, શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે હાલમાં જ મનસે(MNS Chief) ચીફ રાજ ઠાકરે(Raj Thackeray)એ ઠાકરે સરકાર(Uddhav Thackeray)ને અલ્ટીમેટમ આપ્યું હતું કે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટી જવા જોઈએ. નહીં તો મસ્જિદો સામે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી