News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ની 367 નગરપાલિકા(Muncipal corporation)ઓ તથા પરિષદોની ચૂંટણી ઓબીસી આરક્ષણ(OBC reservation) વગર જ યોજવાનો સુપ્રીમ કોર્ટે(Supreme court) આદેશ આપ્યો છે. સુપ્રીમે અગાઉ ઓબીસી આરક્ષણ લાગુ પાડવા માટે આપેલી મંજૂરી જેના માટે નોટિફિકેશન પ્રગટ ના થયું હોય તેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી(Sthanik Swarajya Election)ઓને જ લાગુ પડશે એ સ્પષ્ટતા પણ સુપ્રીમ કોર્ટે કરી છે. સુપ્રીમના આ ચુકાદાને પગલે મહારાષ્ટ્ર(Maharashtra eletion commission)ના ચૂંટણી પંચ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી. સાથે જ ઓબીસી આરક્ષણને નામે રાજકીય લાભ મેળવવાની રાજકીય ઈચ્છાને પણ ફટકો પડયો છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.એ.ખાનવિલકર, જસ્ટિસ એ.એસ.ઓકા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેંચે આ આદેશ આપતી વખતે રાજ્ય ચૂંટણી પંચની આકરા શબ્દોમાં ઝાટકણી પણ કાઢી હતી. બેંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારા પાછળા આદેશનું ખોટી રીતે અર્થઘટન કરાઈ રહ્યું છે. અમે એટલું જ કહ્યું હતું કે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખો બદલી શકાશે. અમે આરક્ષણ લાગુ પાડીને નવેસરથી જાહેરનામું પ્રગટ કરવા જણાવ્યું જ નથી. આરક્ષણ માટે થઈને પંચ ચૂંટણીના મૂળ જાહેરનારામાં ફેરફાર કરી શકે નહીં. જ્યાં ચૂંટણીનું જાહેરનામું પ્રગટ થઈ ચૂકયું છે એવી સંસ્થાઓમાં આરક્ષણ ઉમેરી શકાશે નહી.
આ સમાચાર પણ વાંચો : કમ નસીબ દુર્ઘટના- મેઘ વિમાન ક્રેશ થયું- બે પાયલટના મૃત્યુ- જાણો વિગત
જસ્ટિસ ખાનવીલકરે કહ્યું હતું કે 367 સંસ્થાઓમાં ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને હવે તેમાં ખલેલ પાડવાની જરૂર નથી. ચૂંટણી પંચ માત્ર તારીખો આગળ પાછળ કરી શકે પણ નવું જાહેરનામું પ્રગટ કરી શકે નહીં. કોર્ટે પંચની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે અમારા આદેશનું તમારી સગવડ પ્રમાણે અર્થઘટન ના કરો. આ સરાસર લૂચ્ચાઈ છે. અમારા આદેશને તમારી અનુકુળતા મુજબ અને કોઈના કહેવાથી અર્થઘટના કરવાનો પ્રયાસ કરો નહીં. તમે ઈચ્છો છો અમે અવમાનની નોટિસ ફટકારીએ તમને? એવો સવાલ પણ જસ્ટિસે કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે એટલી હદ સુધી કહ્યું હતું કે અમે તારીખ બદલવા કહ્યું હતું પરંતુ તમે પાછલા ચુકાદાનું અર્થઘટન કરી રિનોટિફેકશન કરવા માંગો છે એ સરાસર લુચ્ચાઈ છે. સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન થશે તો મુખ્ય ચૂંટણી અધિકારી સહિત તમામ સંબંધિતોને કોર્ટના તિરસ્કારની કાર્યવાહીને પાત્ર ઠરશે એવું પણ સુપ્રીમે કહ્યું હતું.
રાજ્ય સરકારના વકીલે કોર્ટેને જણાવ્યું હતું કે ચૂંટણી પંચે સોંગદનામામાં જણાવ્યું છે કે બે પાલિકાની ચૂંટણી જ પાછી ઠેલવાઈ છે. આથી સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે જે ચૂંટણીનું જાહેરનામું જાહેર કરાયું છે, તેમાં પંચ હસ્તક્ષેપ કરી શકે નહીં.