ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
મહારાષ્ટ્રમાં હવે એસ્ટેટ એજન્ટ બનવું હવે લોઢાના ચણા ખાવા સમાન બની રહેશે. મહારેરા બહુ જલદી એસ્ટેટ એજેન્ટની નિમણૂક કરવા પહેલા તેમની પરીક્ષા લેવાની છે. આ એક્ઝામ પાસ કર્યા બાદ જ એજન્ટનું રજીસ્ટ્રેશન થશે. હાલ તેનાથી જોડાયેલી પ્રક્રિયાને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. મહારેરાએ આ પરીક્ષાનો અભ્યાસક્રમ નક્કી કરવા માટે એક એજેન્સીની નિમણૂક કરી છે.
મહારેરામાં લગભગ 35,000 એજેન્ટ રજિસ્ટર્ડ છે. હાલ રિયલ એસ્ટેટ એજન્ટ બનવા માટે પોલીસ વેરિફિકેશનની સાથે મહારેરામાં આવેદન કરવાનું હોય છે. ફી લઈને તેનું રજિસ્ટ્રેશન કરવામાં છે. રજિસ્ટર્ડ એજેન્ટનો રીન્યુલ સમયે પરીક્ષા આપવાની હોય છે.
જોકે હવે રિયલ એસ્ટેટ એજન્ટ બનવા માટે વર્ષમાં ત્રણ ચાર વખત પરીક્ષા થશે. નક્કી કરેલા અભ્યાસક્રમમાંથી સવાલ પૂછવામાં આવશે. મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ન્સ હશે. પરીક્ષા પાસ કર્યા બાદ જ રજીસ્ટ્રેશન થશે.
મહારેરાના કહેવા મુજબ રિયલ એસ્ટેટ એજેન્ટનું કામ ગ્રાહકોને માહિતી આપીને ઘર અપાવવાનું હોય છે. મુંબઈમાં ઘરની કિંમત વધુ છે. તેથી એજન્ટને બિલ્ડિગના પ્લાન, કાર્પેટ એરિયા, પોડિયમ પાર્કિંગ, ઓપન સ્પેસ, કોમન એરિયા અને બાલ્કની એરિયા જેવી બેસિક માહીતી હોવી જરૂરી છે. અનેક વખત એજન્ટ દ્વારા ઠગવાની ફરિયાદ પણ આવતી હોય છે. તેથી હવે પરીક્ષા બાદ જ રિયસ એસ્ટેટ નું રજીસ્ટ્રેશન થશે એટલે કે લોકોના ઠગવાના બનાવ પણ ઘટાડો થશે એવું અનુમાન છે.