ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર
મુંબઈ સહિત દેશભરમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. મુંબઈમાં અઠવાડિયાની અંદર જ કોરોના કેસ સાડા હજારની ઉપર પહોંચી ગયા છે ત્યારે શું મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાગુ પડશે એવી ચિંતા સૌ કોઈને સતાવી રહી છે ત્યારે રાજ્યના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં બેડ કેટલા ખાલી છે. એટલે કે બેડની ઓક્યુપેન્સી અને ઓક્સિજન કન્ઝમપશન 700 મેટ્રિક ટનથી વધી જાય છે, તો લોકડાઉન લાગુ કરવાને લઈને નિર્ણય લેવાશે.
ઓમિક્રોનના ખૌફ! ભારતમાં ફરી એકવાર આવ્યો આંશિક લોકડાઉનનો યુગ, આ રાજ્યમાં લાગ્યા કડક પ્રતિબંધ; જાણો વિગતે
આજથી દેશભરમાં 15થી 18 વર્ષના એજ ગ્રુપના લોકોને વૅકિસન આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે એ પ્રસંગે જાલના માં હાજર રહેલા રાજેશ ટોપેએ કહ્યું હતું કે હવે દરેક રાજ્યમાં અલગ અલગ પદ્ધતીના લોકડાઉનની પરિભાષામાં છે. પરંતુ મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ કેટલા ? તેમ જ બેડની ઓક્યુપેન્સી કેટલી? કેટલા બેડ ઓક્યુપાય થયા તેના પર આધાર છે. જો 40 ટકા સુધી બેડ ઓક્યુપાય થયા અને ઓક્સિજનનો ઉપયોગ 700 મેટ્રિક ટન સુધી વધયો તો મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવું પડશે એવો નિષ્કર્ષ રહેશે.