ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
સંભવિત ત્રીજી લહેરના જોખમને પગલે મહારાષ્ટ્ર સરકારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવી છે. કોરોના પ્રતિબંધક વેક્સિનેશન ઝુંબેશ હેઠળ બુધવારે રાજ્યમાં એક જ દિવસમાં 15 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી, જે એક રેકૉર્ડ કહેવાય છે. બુધવારના આખા દિવસમાં પૂરા રાજ્યમાં 15,03,959 નાગરિકોને વેક્સિન આપવામાં આવી હોવાનું રાજ્યના આરોગ્યના ચીફ સેક્રેટરી ડૉ. પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું. રાજ્યમાં ચાલી રહેલી વેક્સિનેશન ઝુંબેશ હેઠળ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 6 કરોડ 55 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, તો 1 કરોડ 79 લાખ નાગરિકોને વેક્સિનના બંને ડોઝ આપીને મહારાષ્ટ્રએ રેકૉર્ડ કર્યો છે.
બાપરે! ચાર વર્ષથી ગાગરમાં ફસાયેલું મોઢું લઈને શ્વાન ફરતો રહ્યો; આ રીતે માંડ માંડ બચ્યો
આ અગાઉ રાજ્યમાં 21 ઑગસ્ટના એક જ દિવસમાં 11,04,465 તો 4 સપ્ટેમ્બરના 12,27,224 નાગરિકોને વેક્સિન આપવામાં આવી હતી. ત્યાર બાદ 12 લાખનો રેકૉર્ડ તોડીને બુધવારે 15,03,959 વેક્સિન આપવામાં આવી હતી.