ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
રવિવારે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેની રવિવારે 96મી જન્મતિથિ પ્રસંગે શિવસૈનિકોને સંબોધતા સમયે મુખ્ય પ્રધાન અને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અમે હિંદુત્વ માટે સત્તા પર આવ્યા છે. સત્તા માટે હિંદુત્વ નથી લીધું એવો કટાક્ષ ભાજપ પર કર્યો હતો. હિંદુત્વના મુદ્દાને લઈને શિવસેના-ભાજપ સામ-સામે થઈ ગયા છે, એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે ત્યારે ભાજપના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય પ્રકાશ મહેતાએ હિંદુત્વને રાજકીય ઝઘડાનો વિષય બનાવો નહીં એવી ટીકા શિવસેનાના નેતાઓ પર કરી હતી.
રવિવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે મારા ચહેરાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ કર્યો છે. એટલું જ નહીં પણ ભાજપ પર કટાક્ષ કરતા ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે શિવસેનાને હિંદત્વ માટે સત્તા જોઈએ છે પણ ભાજપનુ હિંદુત્વ એ સત્તા માટે છે. શિવસેનાએ હિંદુત્વ છોડ્યું નથી પણ ભાજપે હિંદુત્વને છોડયું છે એવો કટાક્ષ કર્યો હતો. તેની સામે ભાજપના પ્રદેશ પ્રમુખ, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને હિંદુત્વને લઈને ભાજપ પર કરેલા આરોપની ટીકા કરી હતી. વાત એટલેથી અટકી નહોતી.
શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે હિંદુત્વને લઈને ફરી ભાજપની ટીકા કરી હતી અને કહ્યું હતું કે શિવસેનાએ દેશમાં પહેલી વખત હિંદુત્વના મુદ્દા પર શિવસેના ચૂંટણી લડી છે. દેશમાં હિંદુત્વ વધે તે માટે વર્ષો પહેલા શિવસેના અને ભાજપે યુતી કરી હતી. ભાજપના અગ્રણી નેતાઓ બાળ ઠાકરેની મુલાકાત લીધી હતી. એ સમયે અટલજી, અડવાણી અને પ્રમોદ મહાજન વગેરે નેતાઓએ શિવસેના સાથે યુતિ કરવા ઉત્સાહિત હતા. હિંદુઓના મતનું વિભાજન થાય નહીં તે માટે શિવસેના અને ભાજપ સાથે મળીને લડે એવી વિનંતી કરી હતી. બાળાસાહેબ તે માટે તૈયાર થયા હતા. ભાજપ,સેનાની યુતિ માટે ગોપીનાથ મુંડે અને પ્રમોદ મહાજન અગ્રેસર હતા. પરંતુ ભાજપના આજના નવા નેતા નવહિંદુત્વવાદી હોઈ તેમાના કોઈએ એકાદનું પાનું ફાડી નાખશે પણ તેઓ ઈચ્છતા હોય તો અમે તેમને માહિતી આપશું એવી ટીકા કરી છે.
શિવસેના દ્વારા હિંદુત્વને લઈને ભાજપ પર સતત કરવામાં આવેલા આરોપ સામે ભાજપના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય પ્રકાશ મહેતાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે શિવસેનાએ હિંદુત્વ વિષય પર જાહેર મીડિયા સમક્ષ કરેલી ટિપ્પણી અયોગ્ય હતી. તેમની આ ટીકાથી ખુદ શિવસેનાના અમુક નેતાઓ અને શિવસૈનિકો જ નારાજ થઈ ગયા છે.
હિંદુત્વને રાજકીય ઝઘડાનો વિષય બનાવો નહીં એવું બોલતા શિવસેનાના નેતાઓ પર અપ્રત્યક્ષ રીતે કટાક્ષ કરતા પ્રકાશ મહેતાએ કહ્યું હતું કે હિંદુત્વ, મિત્ર પક્ષ સંબંધ અને શિવસેના પક્ષ પ્રમુખ બાળાસાહેબ ઠાકરે તથા ભાજપના અગ્રણી નેતાઓ પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડેના સંબંધ વિષયમાં ટિપ્પણી કરનારાઓએ પહેલા અભ્યાસ કરવાની આવશ્યકતા છે.